કોડીનાર તાલુકાના છાછર ગામના વૃધ્ધનું માર્ગ અકસ્માતમાં ઘટનાસ્થળે જ મોત નિપજયુ હતું. છાછર ગામના મુસ્લિમ અગ્રણી હુસેનભાઈ વાકોટ બાઈક લઈને સનવાવ તરફ જતા હતા ત્યારે સામેથી આવતા બાઈકચાલક સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે મુસ્લિમ અગ્રણીનું ઘટનાસ્થળે જ મોત નિપજયું હતું. આ ઘટનાની જાણ થતા મુસ્લિમ સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ હતી. મુસ્લિમ અગ્રણીના મૃતદેહને કોડીનાર હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો.