કોડીનાર તાલુકાના દેવળી દેદાજી ગામના કારડીયા રાજપુત સમાજના અગ્રણી અને શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા કરસનભાઈ સોલંકીના ઘર ઉપર ગત વહેલી સવારે કોઈ અજાણ્યા શખ્સોએ ભારે પથ્થરમારો કરીને ઘરની બાલ્કનીના કાચ તોડી નાખતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
દેવળી ગામમાં આવેલા કરસનભાઈના ઘર ઉપર પથ્થરમારો થતાં અનેક સવાલો ઉભા થયા છે. આરોપીને તાત્કાલિક પકડવા માટે ગામ લોકો દ્વારા માંગ કરવામાં આવી છે. આ ઘટનાને લઈને ગામમાં ચર્ચા સાથે ચકચાર જાગી છે. પોલીસે કરસનભાઈના નિવેદન આધારે તપાસ હાથ ધરી છે.