ગીર સોમનાથના કોડીનારમાં સરકારી ઓફિસ અને કોર્ટ કમ્પાઉન્ડની વચ્ચે આવેલી ગાયકવાડ વખતની વર્ષો જૂની જર્જરિત ઇમારત પડે અને મોટી જાનહાનિ થાય તે પહેલા તંત્ર તાત્કાલિક આ બિલ્ડિંગ ઉતારી લે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠવા પામી છે. આ વિશાળ બિલ્ડિંગમાં એક સમયે કોડીનાર મામલતદાર, સબ રજીસ્ટાર અને પોલીસ સ્ટેશન તમામ વિભાગો બેસતા હતા. સમય જતા બિલ્ડિંગ જર્જરિત થતાં તમામ વિભાગો અહીંથી ખસેડાયા છે.
આ બિલ્ડિંગ અતિ જર્જરિત હાલતમાં પડવાના વાંકે ઊભું છે. આ ઇમારત હવે ગમે તે સમયે પડી શકે તેવી પૂર્ણ શક્યતાઓ છે ત્યારે આ જર્જરિત ઈમારતને જાનમાલની સલામતી માટે તાત્કાલિક તંત્ર દ્વારા ઉતારી લેવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.