ગીર સોમનાથના જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં કોડિનાર તાલુકાના ગીર દેવળી ગામે ગૌચરની જમીન ઉપર ગ્રામ પંચાયત દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ૪૪ દબાણકારો દ્વારા દબાણ કરવામાં આવેલી આશરે ૨,૩૦,૦૦૦ ચો.મી. ગૌચર જમીન કિંમત અંદાજીત રૂ. ૩ કરોડ ૪૫ લાખની જમીન ખુલ્લી કરવામાં આવી હતી. હજુ પણ ગ્રામ પંચાયત દ્વારા બે જેસીબી રાખીને ગૌચર જમીન પરના તમામ દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.