કોડીનારમાંથી થોડા દિવસ પહેલા લોખંડના ભંગારની ચોરી થઈ હતી જેથી આ અંગે કોડીનાર પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. જેથી કોડીનાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.આર.પટેલના માર્ગદર્શન હેઠળ ચોરી થયેલ મુદ્દામાલ સાથે ચોરને શોધવા સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી તપાસ કરી હતી. આ દરમ્યાન કોડીનાર ઉના બાયપાસ રોડ ઉપર વડનગર ચોકડી પાસે બાતમી મળેલ કે, એક ઇસમ છકડો રીક્ષામાં શંકાસ્પદ લોખંડના ભંગારનો જથ્થો ભરી અંબુજા કોરીડોર તરફથી વડગનર ચોકડી તરફ આવે છે. આથી વડનગર ચોકડી પાસે છકડો રીક્ષાની વોચમાં હતા તે દરમ્યાન એક ઇસમ છકડો રીક્ષામાં લોખંડના ભંગારનો જથ્થો ભરી આવતા રોકી રીક્ષામાં તપાસ કરતા ઉપરોક્ત ગુનામાં ચોરી થયેલ મુદ્દામાલ મળી આવ્યો હતો. જેથી રીક્ષા ચાલક રણજીતભાઇ મનુભાઇ સોલંકીની અટકાયત કરી હતી. આ કાર્યવાહી કોડીનાર પો.સ્ટે. સર્વેલન્સ સ્કવોડના ASI પ્રદિપસિંહ રાયજાદા, HC યુવરાજસિંહ વિક્રમસિંહ ગોહિલ વગેરે દ્વારા કરવામાં આવેલ હતી.