ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે ડા. બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે વિવિધ સમાજ અને સંસ્થાઓ દ્વારા કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા. ૧૪ એપ્રિલ સવારે ૮ઃ૦૦ વાગ્યેથી અને સમરસતા વિભાગ કોડીનાર દ્વારા ડા.બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. જેમાં સર્વ સમાજના લોકો જોડાયા હતા અને જયઘોષ સાથે પુષ્પવર્ષા કરવામાં આવી હતી. ત્યાર બાદ સર્વ સમાજના લોકો શોભાયાત્રામાં સહભાગી થયા હતા. આમ વિષમતાઓ વચ્ચે સામાજિક સમરસતા વિભાગ કોડીનાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સામાજિક સદભાવ, સામાજિક સમરસતા અને રાષ્ટ્રીય ભાવનાની ઝલક જાવા મળી હતી.