કોડીનારમાં બ્રહ્મપુરી વાડી ખાતે સ્વ. શ્રી હરિપ્રસાદ વાસુદેવ નરસિંહ ભટ્ટ તથા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે રણછોડદાસ બાપુ આશ્રમ, રાજકોટ દ્વારા છઠ્ઠો નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં ૧૦૯ દર્દીઓએ લાભ લીધો હતો, જેમાંથી જરૂરિયાતમંદ ૨૭ દર્દીઓને ઓપરેશન માટે રણછોડદાસ આશ્રમે લઈ જવાયા હતા. આ કેમ્પમાં નિઃશુલ્ક નિદાન, દવા, ઓપરેશન અને ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું.