કોડીનાર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ ભરતભાઇ અને તેમનો મિત્ર નરેશભાઈ ડાભી વાલ્મીકિ વાસમાં વાલ્મીકિ સમાજના સમાધાનમાંથી પરત ઘરે આવી રહ્યા હતા ત્યારે મહેશ કામળીયા, વીકી ભગા કામળીયા, વિજય ભીલ, અશ્વિન કામળીયા, ધવલ મેર અને દિનેશ વંશએ વાલ્મીકિ સમાજના સમાધાનમાં ગયા હોવાનું મનદુઃખ રાખી રસ્તામાં સામા મળી અશ્લિલ ગાળો ભાંડી છરી અને લાકડા વગેરે હથિયારોથી ભરતભાઈ ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી જ્યારે આ ઝઘડામાં સામા પક્ષે વિજય જીણાભાઈ ભીલે વાલ્મીકિ સમાજના સમાધાનનું મનદુઃખ રાખી ભરત બાંભણીયા, નરેશ ડાભી, જયેશ મેર, વિજય ભીલ અને ધવલ મેરને અશ્લિલ ગાળો આપી લાકડાના ધોકા વડે માર માર્યાની ફરિયાદ નોંધાવી છે.