ગીર સોમનાથ જિલ્લા કમાન્ડન્ટ ઠાકરના માર્ગદર્શન હેઠળ હોમગાર્ડ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમ્યાન હોમગાર્ડ યુનિટ દ્વારા મુખ્ય માર્ગ પર રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. તેમજ કોર્ટ કમ્પાઉન્ડ અને જીવન દિપ દિવ્યાંગ બાળકોની સંસ્થાનાં બાળકો સાથે મુલાકાત લઈ સંસ્થાને ર નંગ ટેબલ ફેન ભેટ અર્પણ કરવામાં આવ્યુ હતુ. આ સમગ્ર કાર્યક્રમ હોમગાર્ડ સ્ટાફ સહયોગથી સફળ બનાવવામાં આવ્યુ હતુ.