કોડીનાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં થઈ રહેલા વિકાસ કામો અને વણ વપરાયેલી સરકારી ગ્રાન્ટ બાબતની સમીક્ષા બેઠક કોડીનાર તાલુકા પંચાયત ભવન ખાતે યોજાઈ હતી. જિલ્લા કલેકટરની સૂચના મુજબ કોડીનાર તાલુકા પંચાયત કચેરી ખાતે કોડીનાર તાલુકા પંચાયત પ્રમુખ જીતુભાઈ પરમારની અધ્યક્ષતામાં તાલુકાનાં દરેક ગામોનાં સરપંચો, વહીવટદાર તેમજ તલાટી મંત્રી, પંચાયત સંલગ્ન તમામ સ્ટાફગણની સમીક્ષા બેઠકનું આયોજન કરાયું હતું.