કોડીનાર તાલુકાના ડોળાસા ગામે સીઝનનો પ્રથમ વરસાદ પડયો હતો. જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો. લાંબા સમયથી બફારો અને ઉકળાટના કારણે અહીંના લોકો અકળાઈ ઉઠયા હતા. બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધીમી ધારે વરસાદ બાદ એકદમ ધોધમાર વરસાદ ખાબકયો હતો. જેથી રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા અને લોકોને ગરમીથી રાહત મળી હતી. અંદાજે એક ઈંચ કરતા વધારે વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.