ગીર સોમનાથ જિલ્લા બ્રહ્મસમાજ પ્રમુખ તુષારભાઈ પંડ્યાના અધ્યક્ષ સ્થાને કોડીનાર ખાતે બ્રહ્મસમાજની અગત્યની બેઠક મળી હતી. આ બેઠકમાં કોડીનાર તાલુકા અને શહેર
બ્રહ્મસમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમાજનાં વિકાસ અને શિક્ષણ, વ્યાપાર અને સામાજિક કામગીરી સંદર્ભે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. કોઈપણ સામાજિક કાર્યમાં યુવા શક્તિનું અનેરૂ યોગદાન હોય છે. આથી તાલુકા યુવા બ્રહ્મસમાજની કારોબારીની રચના કરવામાં આવી હતી. જેના પ્રમુખપદે પાર્થભાઈ પુરોહિતની તથા ઉપપ્રમુખ પદે જયદીપભાઈ પંડ્યાની વરણી કરવામાં આવી હતી. આ ઉપરાંત હિમાંશુ જાની- મહામંત્રી, હાર્દિક જોશી-સંગઠન મંત્રી, કેવમ સ્માર્ટ-મંત્રી, દેવ પુરોહિત-ખજાનચી, કરણ પુરોહિત, રવિ ચટ, હર્ષ પંડ્‌યા, નિશાંત જોશી, સમીર જોશી, કૃષ્ણપ્રસાદ જાની, ધર્મેશ પાઠકની કારોબારી સભ્ય તરીકે વરણી કરવામાં આવી હતી. આ તકે બ્રહ્મસમાજના મહાનુભાવો બીપીનભાઈ ઉપાધ્યાય, બીપીનભાઈ જાની, ડો.રાજેશ ઉપાધ્યાય, આર્કિટેક્ટ બીરેન્દ્ર પાંડે, મુકેશભાઈ મહેતા, કુલદીપભાઈ પાઠક, જીજ્ઞેશભાઈ પાઠક, ભરતભાઈ જોશી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.