છેલ્લા અઢી વર્ષથી કોડીનાર નગરપાલિકામાં વહીવટદારના શાસન બાદ તાજેતરમાં યોજાયેલ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ૪ બેઠકો બિનહરીફ જીતીને તમામ ૨૮ બેઠકો કબજે કરી ભગવો લહેરાવ્યો હતો. જોકે, છેલ્લા ત્રણ દાયકાથી આ પાલિકા પર ભાજપનું શાસન છે અને પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીનું વર્ચસ્વ છે. પાલિકાના પ્રમુખ-ઉપ પ્રમુખની ચૂંટણી તમામ સભ્યોની હાજરીમાં ઉનાના ડેપ્યુટી કલેક્ટર કૌશિક પરમારના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં પાલિકાના પ્રમુખ તરીકે અબીદાખાતુંન અહેસાનહૈદર નકવી અને ઉપપ્રમુખ તરીકે પ્રતાપસિંહ ઉર્ફે શીવાભાઈ હમીરભાઇ સોલંકી અને કારોબારી ચેરમેન તરીકે વિવેકભાઈ મનુભાઈ મેરનું મેન્ડેટ રજૂ થયું હતું.