ગીર સોમનાથના કોડીનાર નજીક રાખેજ ગામ પાસે ગત રાત્રે એક ત્રિપલ અકસ્માતમાં બે લોકોના કરુણ મોત નીપજ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, વેરાવળ તરફથી આવતી એક ઇકો ગાડીએ કોડીનારના માઢવાડ બંદર તરફ જઈ રહેલા નરેશભાઈ નારણ ભાઈ પરમારની બાઇકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા નરેશભાઈને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત જોવા માટે લોકોનું ટોળું એકઠું થયું હતું, તે દરમિયાન સુત્રાપાડા તરફથી પુરપાટ ઝડપે આવી રહેલા એક ડમ્પર ચાલકે કાબૂ ગુમાવતા ટોળા પર ફરી વળ્યું હતું. આ ગોઝારી ઘટનામાં રાખેજ ગામના સુભાષભાઈ બચુભાઈ પરમાર અને બાલુભાઈ ખીમાંભાઈનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.