કોડીનાર નાગરિક સહકારી બેંક તાલાલા બ્રાન્ચના સભાસદ હીરજીભાઈ દામજીભાઇ ડાભી ઘુસિયા તાલાલા ગીર ખાતે અકસ્માત થતા મૃત્યુ પામ્યા હતા. કોડીનાર નાગરિક સહકારી બેંક દ્વારા દરેક સભાસદનો ૩ લાખનો અકસ્માત વીમો ઉતાર્યો હતો. જેનો બેંક દ્વારા વીમા કંપનીમાં ક્લેઇમ કરતા ૩ લાખ રૂપિયા મંજૂર થયા હતા. બેંકના ચેરમેન ગિરીશચંદ્ર અધ્યારૂ, જનરલ મેનેજર બીપીનભાઈ જાની, ડિરેક્ટર કિશનભાઇ કામલિયા તાલાલા મેનેજર તથા સ્ટાફ અને તાલાલા સલાહકાર બોર્ડના મુકેશભાઈ તન્ના, રાજુભાઈ વ્યાસ, ભરતભાઈ મકવાણા, વિજયભાઈ રૂપારેલિયાની ઉપસ્થિતિમાં
મૃત્યુ પામેલા સ્વ. હીરજીભાઈના વારસદાર ગીરીશભાઈ ડાભીને ૩ લાખ રૂપિયાનો ચેક અર્પણ કર્યો હતો.