કોડીનાર-વેરાવળના ફોરટ્રેક ૮ કિ.મી.ના બાયપાસ પર ચાર જગ્યા પર અકસ્માતોનું જોખમ વઘતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. કોડીનાર ઉનાને જોડતા રોડ પર વચ્ચે બાયપાસ ચોકડી, કોડીનાર રોણાજ રોડ ચોકડી, વડનગર રોડ ચોકડી, કોડીનાર-વેરાવળ રોડ બાયપાસ શરૂઆત આ તમામ જગ્યા પર અકસ્માતો વધી રહ્યા છે. હાઇવે પર ઓવર બ્રિજ ન હોવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જોકે, કોડીનાર પાલિકાના પૂર્વ પ્રમુખ શિવાભાઈ સોલંકીએ પોતાના દોઢ લાખના ખર્ચે ચારેય ચોકડી પર સિમેન્ટ અને કોંક્રિટના બેરીકેડ તૈયાર કરાવીને ટ્રેકટર અને ક્રેન મારફતે મુકવાની કામગીરી હાથ ધરી હતી, જેથી અકસ્માતોનું પ્રમાણ ઘટી શકે. આ ચાર જગ્યા પર અકસ્માતના ખતરાને લઇ ભારે રજૂઆતો બાદ પણ ઓવર બ્રિજ ન બનતા અકસ્માતોની ઘટના વધી હતી.