આઇપીએલ ૨૦૨૫ ની ૨૨મી મેચમાં, પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને ૧૮ રને હરાવ્યું. આ મેચમાં પંજાબે ચેન્નાઈને જીતવા માટે ૨૨૦ રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જે ચેન્નાઈની ટીમ હાંસલ કરી શકી ન હતી. સીએસકે માટે ડેવોન કોનવેએ અડધી સદીની ઇનિંગ રમી. આ તેની આઈપીએલ કારકિર્દીની ૧૦મી અડધી સદી હતી. આ ઇનિંગ દરમિયાન, તેણે એક ખાસ સિદ્ધિ હાંસલ કરી.

આ મેચમાં કિવી ટીમના ઓપનર કોનવે ૪૯ બોલમાં ૬૯ રનની ઇનિંગ રમ્યા બાદ રિટાયર્ડ આઉટ થયો હતો. પોતાની ઇનિંગ દરમિયાન, તે ૧૦૦૦ આઇપીએલ રન બનાવનાર ત્રીજા સૌથી ઝડપી બેટ્‌સમેન પણ બન્યો. તેણે આ મેચમાં ચોક્કસપણે આ સિદ્ધિ હાંસલ કરી હતી પરંતુ તેની ઇનિંગ ટીમને જીત અપાવી શકી નહીં. કોનવેએ માત્ર ૨૪ ઇનિંગ્સમાં ૧૦૦૦ આઇપીએલ રન પૂરા કર્યા. તેમની પહેલા આ યાદીમાં શોન માર્શ (૨૧) અને લેન્ડલ સિમન્સ (૨૩) છે.

સૌથી ઝડપી ૧૦૦૦ આઇપીએલ રન: ૨૧ ઇનિંગ્સ – શોન માર્શ.૨૩ ઇનિંગ્સ – લેન્ડલ સિમન્સ,૨૪ ઇનિંગ્સ – ડેવોન કોનવે,૨૫ ઇનિંગ્સ – સાઈ સુદર્શન,૨૫ ઇનિંગ્સ – મેથ્યુ હેડન કોનવેએ અત્યાર સુધીમા આઇપીએલમાં ૨૫ મેચોમાં ૪૭.૯૦ ની સરેરાશથી ૧,૦૦૬ રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઇક રેટ (૧૪૦.૩૦) પણ ઘણો સારો રહ્યો છે. તેના બધા આઇપીએલ રન સીએસકે માટે આવ્યા છે. કોનવેએ ૨૦૨૨ માં આઇપીએલમાં ડેબ્યૂ કર્યું હતું. સીએસકે વતી રમતા, તેણે આઇપીએલ ૨૦૨૨ માં ૭ મેચમાં ૪૨.૦૦ ની સરેરાશ અને ૧૪૫.૬૬ ના સ્ટ્રાઇક રેટથી ૨૫૨ રન બનાવ્યા હતા.

પંજાબ સામેની મેચમાં લક્ષ્યનો પીછો કરતી વખતે, કોનવેએ ૩૭ બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. આ સિઝનમાં તેની પહેલી અડધી સદી હતી. તેણે શિવમ દુબે સાથે મળીને ત્રીજી વિકેટ માટે ૫૧ બોલમાં ૮૯ રનની ભાગીદારી કરી, જ્યાં સુધી આ બંને બેટ્‌સમેન ક્રીઝ પર હતા ત્યાં સુધી ચેન્નાઈ માટે મેચ જીતવી કંઈક અંશે શક્ય લાગતું હતું. કોનવે ૬૯ રનના વ્યક્તિગત સ્કોર પર રિટાયર્ડ આઉટ થયો. તેણે પોતાની ઇનિંગમાં ૬ ચોગ્ગા અને ૨ છગ્ગા ફટકાર્યા. બાદમાં, શિવમ દુબે (૪૨) અને મહેન્દ્ર સિંહ ધોની (૨૭) એ પ્રયાસ કર્યો પરંતુ ટીમને જીત અપાવી શક્યા નહીં.