“……દેશમે ધ્રુવીકરણ નહિ હોના ચાહિયે, ના સાંપ્રદાયિક આધાર પર, ના જાતિ આધાર પર, ના રાજનીતિ ઐસે દો ખેમોમેં બટની ચાહિયે, કિ જિનમેં સંવાદ ના હો, જિનમેં ચર્ચા ના હો. દેશ આજ સંકટો સે ઘિરા હૈ. ઔર યે સંકટ હમને પૈદા નહિ કિયે હૈ. જબ જબ કભી આવશ્યકતા પડી, સંકટો કે નિરાકરણમેં હમને ઉસ સમયકી સરકારકી હમને મદદ કી હૈ. ઉસ સમય કે પ્રધાનમંત્રી નરસિમ્હારાવજીને ભારતકા પક્ષ રખને કે લીયે, મુજે વિરોધી દલ કે નેતાકે રૂપમે જીનીવા ભેજા થા. ઔર પાકિસ્તાન ઉસે દેખકર ચમત્કૃત રહ ગયે, યે કહાસે આયે હૈ ? કયો કિ ઉનકે યહાં વિરોધી દલકા નેતા ઐસે રાષ્ટ્રીય કાર્યોમેં ભી સહયોગ દેને કે લિયે તૈયાર નહિ હોતા. વો હર જગહ અપની સરકારકો ગિરાને કે કામમે લગા રહેતા હૈ. યહ હમારી પરંપરા નહિ હૈ, યહ હમારી પ્રકૃતિ નહિ હૈ. ઔર મેં ચાહતા હું યહ પરંપરા બની રહે. યહ પ્રકૃતિ બની રહે…. સત્તાકા ખેલ તો ચલતા રહેગા, સરકારે આયેંગી જાયેંગી, પાર્ટીયા બનેંગી બિગડેગી. મગર યે દેશ રહેના ચાહિયે, ઇસ દેશકા લોકતંત્ર અમર રહેના ચાહિયે…..”આ શબ્દો છે રાજનીતિના અજાતશત્રુ અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીના. પોતાની સરકારના પતન વખતે સદનમાં બોલાયેલા ભારતની લોકશાહીના અમર થઇ ગયેલા શબ્દો છે. રાજનીતિમાં અજાતશત્રુ વિશેષણ કે ઉપલબ્ધી હાંસલ કરવી દુર્લભ છે. જ્યાં પ્રતિશોધ, પ્રતિઘાત, ટક્કર, દલીલ, વિરોધ જેવા શબ્દો ઉછળતા રહે છે, એ દુનિયામાં આ ઉપાધિ મોટું માન અકરામ છે. એમના બાદ એમની જગ્યા નહિ ભરાય એવી ટીસ સામાન્ય માણસના માનસમાં ઉઠી જાય છે. એમની ગેરહાજરીના ખ્યાલમાં અમીરે કારવાંથી લઈને કાફલાના છેલ્લા આદમી સુધી સરસરી નજર નાખીને માણસ વિકલ્પ શોધવા લાગે છે.
ઉચ્ચ સ્થાને પહોચેલો રાજપુરુષ ઉમદા મુલ્યો, આદર્શ પરંપરા અને નીતિના ધોરણો સ્થાપિત કરે એ રાજનીતિનું હાર્દ છે. પક્ષ માટે અને દેશ માટે, આ મુલ્યો, આદર્શો અને નીતિઓનું વહન કરીને પરંપરા આગળ વધારી જાય એવી વારસદારોની કતારનું સર્જન તેના દ્વારા થાય એ જરૂરી છે. પોતાની જાતને પોતાનામાં જ સંકોરી કે સંકેલીને રાજનીતિમાંથી ભાગી જઈ શકાતું નથી. દીપદીક્ષાના સિધ્ધાંત અનુસાર નવી, દૂરદર્શી જ્યોત પ્રગટતી રહે એ જરૂરી છે. શીર્ષસ્થ નેતૃત્વ દ્વારા પોતાની હયાતીમાં સત્તાનું અમર્યાદ કેન્દ્રીકરણ અને વારસદારનો શૂન્યાવકાશ પક્ષ માટે ઘાતક છે. પરિવારવાદ આધારિત રાજકારણમાં આવું બનતું હોય છે. જ્યાં એકના જવાથી બીજો કોણ આવવાનો છે એ સ્પષ્ટ હોય છે. એ જન્મ આધારિત છે. જેમાં એકના ગયા બાદ પક્ષની ગતિ અને મતિ બીજા આવનારની ક્ષમતા આધારે નક્કી થાય છે. હમારે બાદ અંધેરા છાયેગા મહેફિલમે, બહોત ચરાગ જલાઓગે રોશની કે લિયે…ની તરજ પર બધું ચાલે છે. બીજા કિસ્સામાં ક્ષમતા પુરવાર કરીને જગ્યા ઉભી કરવી પડે છે. જાતને સાબિત અને સ્વીકૃત બનાવવી પડે છે. કોના પછી કોણ ? નામના સવાલના જવાબમાં તમારું નામ આવે એ સ્થાન સુધી પહોચવું પડે છે. ક્ષમતા અને લાયકાત પસંદગીની પ્રક્રિયામાં સફળ થવા માટેનું શ્રેષ્ઠ પરિમાણ છે. જે આગલાની નીતિઓ, મુલ્યો, તરેહ, આદર્શો ઝીલી શકે, જે પેગડામાં પગ ઘાલવાની તાકાત કેળવી જાય એ પસંદગી પામે છે. નરેન્દ્ર મોદી લાલકૃષ્ણ અડવાણી અને અટલજીના વૈચારિક વારસાના પથ પર બે ત્રણ દાયકાઓ ચાલીને પસંદગી પામ્યા છે. એ સમયે પક્ષ પાસે એમનાથી વધુ જાણીતા ઘણા ચહેરાઓ હતા.
રાજકારણમાં કોઈ સર્વોચ્ચ સ્થાને વર્ષો સુધી સફળતાથી સ્થિર ટકી રહે ત્યારબાદ ધીમે ધીમે એમના પછી કોણ ? ની ચર્ચાઓ શરુ થઇ જાય છે. પક્ષની અંદર પણ અને બહાર પણ. જે વિરોધીઓ નરેન્દ્ર મોદીના કામોની ચર્ચા નથી કરવા માંગતા તેઓએ ધીમે ધીમે આ મુદ્દો ગણગણવો શરુ કરી દીધો છે. કોંગ્રેસ, સમાજવાદી પક્ષ, તૃણમુલ, ડીએમકે જેવા પક્ષો અંગે આ બાબતે આપણે કોઈ ચર્ચા નહિ સાંભળી હોય. કારણ કે ત્યાં પહેલેથી નક્કી છે. આમ જનતાથી લઈને સામાન્ય નાગરિક સુધ્ધાં જાણે છે કે કોના પછી કોણ છે. ત્યાં કોઈ સ્થાપિત યોગ્યતા કે શિખરોને સર કરવાની સ્પર્ધા નથી.એવી સ્પર્ધા છે કે જેમાં ચેસની બંને બાજુથી એક વ્યક્તિ જ ચાલ ચાલે છે. હારવાનો પણ એ જ છે જે જીતવાનો છે. હાર અને જીતના બંને કિસ્સામાં એણે ઝીંદાબાદ ઝીંદાબાદ જ ઝીલવાનું છે.
કદાચ મોદી બાદ કોણ એ વિપક્ષે ચર્ચવાનો મુદ્દો જ નથી. જો એમના પગલે ચાલનારો મળી ગયો તો શું ? એ તાર્કિક રીતે વિપક્ષ માટે મહત્વનો છે. જે પરિમાણો દશ વર્ષના શાસન બાદ સિદ્ધ થયા છે, અને હજુ આગામી પાંચ વર્ષ થવાના છે, એ આંબવા માટે શું પરિશ્રમ લાગશે ? સવાલ અહી વ્યક્તિ બદલાઈને કોણ આવવાનું છે તે છે જ નહિ. આજના સમયની લગભગ પારદર્શી રાજનીતિ ગતિવિધિઓમાં કાર્ય કે કૌભાંડ ઢાંકવું મુશ્કેલ જણાય છે. એ સમય રહેતા ઉજાગર થઈને જ રહે છે. એટલે ભ્રમ ફેલાવીને થતી રાજનીતિ હવે લાંબી અને ટકાઉ નથી રહી. દિલ્હીમાં આજે શું બન્યું એ સાંજે અંતરિયાળ ગામના ચોરે ચર્ચા થઇ જાય છે. મોદીનો વિકલ્પ એમના પક્ષમાં કોણ એ ચર્ચા અસ્થાને છે, એ એમના પક્ષનો આંતરિક મસલો છે. મોદીનો વિકલ્પ તમારા પક્ષમાં કોણ એ વધુ ગહન વિષય છે, જેની ચર્ચા કરતા વિપક્ષોને ધ્રુજારી છૂટી જવી સ્વાભાવિક છે. production@infiniumpharmachem.com