અમરેલી જિલ્લામાં વીજતંત્રની બેદરકારીને કારણે ખેડૂતોનો મહામૂલી પાક બળીને ખાખ થઈ ગયો હતો. લીલીયા પંથકમાં ખેડૂતોના ઘઉં બળી ગયા બાદ હવે ખાંભાના ખડાધાર ગામ નજીક ખેડૂતે મહામહેનતે કરેલા આંબા અને લીંબુના પાકનો સફાયો થતા ખેડૂતને આર્થિક નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. ખાંભા ગામે રહેતા રૂચિત સુરેશભાઈ મહેતા ખડાધાર ગામ નજીક બાપાના ડુંગરા તરીકે ઓળખાતી જમીનમાં દેખરેખ રાખતા હોય તે જમીનમાં વીજ તંત્રનું ટીસી આવેલ હોય તે
ટી.સી.માં તીખારા થતા ખેતરમાં આગ લાગતા ખેતરમાં વાવેતર કરેલ આંબા તથા લીંબુના ર૦૦ છોડ બળી જતા અંદાજે રૂ.અઢી લાખનું નુકસાન થયુ હતુ તેમજ ફીનોલેક્સ કંપનીની ટપક બળી જતા રૂ.૧.પ૦ લાખનું નુકસાન થતા અંદાજે રૂ.૪ લાખનું નુકસાન થયુ હતુ. આમ, વીજતંત્રની બેદરકારીને કારણે ખેડૂતે કરેલ વાવેતર બળી જતા વીજતંત્ર સામે ભારે રોષની લાગણી જન્મી છે.