અમરેલી જિલ્લામાંથી પોલીસે વિવિધ સ્થળેથી ૧૩ પ્યાસીને ઝડપી ધોરણસરની કાર્યવાહી કરી હતી.
ખાંભાની ખડાધાર ચેકપોસ્ટ પરથી અમદાવાદ પાસિંગની કારમાંથી રાજકોટના ત્રણ યુવકો કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. આ સિવાય ખાંભા, બાબરા, કોટડાપીઠા, જાફરાબાદ, રાજુલા, સાવરકુંડલા, અમરેલીમાંથી પ્યાસીઓ ઝડપાયા હતા. સાવરકુંડલામાંથી પાંચ લીટર, જેજાદ ગામે સીમ વિસ્તારમાંથી ત્રણ લીટર તથા નારાયણ નગર ગામેથી બે લીટર મળી ૧૦ લીટર પીવાનો દેશી દારૂ મળ્યો હતો. આ સિવાય વિવિધ જગ્યાએથી નવ ઈસમો નશાયુક્ત હાલતમાં વાહન ચલાવતાં ઝડપાયા હતા.