અમરેલી જિલ્લામાં સિંહોની વધતી વસ્તીએ ચિંતાજનક સ્થિતિ સર્જી છે. ત્યારે તાજેતરમાં ખાંભા તાલુકાના રાયડી ગામમાં ૪ સિંહો શિકારની શોધમાં પ્રવેશ્યા હતા. સિંહો ગામની શેરીઓમાં ફરતા જોવા મળ્યા હતા. જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.રાયડી ગામમાં આ ત્રીજી વખત સિંહોના પ્રવેશની ઘટના બની છે. સિંહોને જોઈને પશુઓ દૂર ભાગી જતાં તેમને શિકાર મળ્યો ન હતો. સુમસામ બજારોમાં સિંહોએ લટાર મારી હતી. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.