ખાંભાના જીકીયાળી ગામે રેતીનો ઢગલો હટાવવાનું કહી ગાળો આપવામાં આવી હતી. તેમજ જાનથી મારવાની પણ ધમકી આપી હતી. બનાવ અંગે સંજયભાઇ પ્રેમજીભાઇ ગોહીલ (ઉ.વ.૩૮)એ તેમના જ ગામના રાજેશભાઇ ઉર્ફ રાજુભાઇ વાલજીભાઇ નસીત તથા નરેશભાઇ વાલજીભાઇ નસીત સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપીએ તેમના ઘર પાસે જાહેર માર્ગમાં રેતીનો ઢગલો કર્યો હતો. જેથી તેણે તેના ઘરે જવા સારૂ રેતીનો ઢગલો અડચણરૂપ થતો હોવાથી હટાવી લેવા કહ્યું હતું. તેથી તેમને સારૂં નહીં લાગતા જેમ-ફાવે તેમ બિભત્સ શબ્દોમાં ગાળો આપી હતી તેમજ ગાલ ઉપર ઝાપટ મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અમરેલી એસટી એસસી સેલના નાયબ પોલીસ અધિક્ષક પી.આર. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.