ખાંભાના ડેડાણ ગામે રહેતા એક યુવકે ગાળો આપવાની ના પાડતાં જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે વિક્રમભાઈ લખમણભાઈ મકવાણાએ યોગશભાઈ મનુભાઈ બાંભણીયા સહિત પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ યોગેશભાઈ બાંભણીયાએ જાહેરમાં ગાળો બોલતા હતા. જેથી તેમણે ગાળો બોલવાની ના પાડતાં જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.