ખાંભાના તાતણીયા ગામે રહેતા રામજીભાઈ અરજણભાઈ ટાપણીયા (ઉ.વ.૬૪)એ વિપુલભાઈ દુર્લભભાઈ હડીયા, શામળાભાઈ દુર્લભભાઈ હડીયા, રવજીભાઈ મનજીભાઈ ટાપણીયા, શંભુભાઈ રવજીભાઈ ટાપણીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, ધાવડીયા ગામે પાતળા રોડે તળાવ વાળા ઢોરા તરીકે ઓળખાતા વિસ્તારમાં વડીલોપાર્જીત મળેલ જમીન ખેતરે ગયા હતા ત્યારે ખેતરની બાજુમાં આવેલી જમીનમાં શેઢો ખોદતા હતા. જેથી તેમને અટકાવતા જેમ ફાવે તેમ ગાળો આપી હતી. લીલીયા પોલીસ સ્ટેશનના એએસઆઈ ડી.આર. મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.