ખાંભા તાલુકાના હનુમાનપરા ગામે રેતી ધોવાના મશીનમાં વીજશોક લાગતા બે સગા ભાઈઓ સહિત ત્રણ લોકોને વીજ શોક લાગતા તેમના મોત નિપજતા પરીવારમાં આક્રંદ છવાયો છે. ખાંભા તાલુકાના હનુમાન પરા ગામે રહેતા પથુભાઈ જીલુભાઈ બોરીચા(ઉ.વ.૩ર), માનકુભાઈ જીલુભાઈ બોરીચા(ઉ.વ.૩૦) નામના બે સગા ભાઈઓ તેમજ તેમનો ભત્રીજા ભવદીપભાઈ બાબાભાઈ બોરીચા મકાન ચણવાનુ કામ કરતા હતા અને રેતી ધોવાના મશીનમાં રેતી ધોવાતી હતી ત્યારે વરસાદ શરૂ થતા રેતી ધોવાના મશીનમાં વીજશોક આવતા ત્રણ લોકોના મોત નિપજયા હતા. આ ઘટનાના સમાચાર મળતા જ પરીવારમાં આક્રંદ છવાયો હતો. ત્રણેય મૃતકોને પીએમ માટે ખાંભા સરકારી હોÂસ્પટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતા જ લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. આ ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી જવા પામી છે.