ખાંભામાં એક યુવકે પ્રેમલગ્ન કર્યા હતા. જે બાદ તેના માતા-પિતા સાથે તેને બોલાચાલી થતી હતી. યુવકે માતા-પિતાને મકાન ખાલી કરીને જતા રહેવાનું કહી પિતાને કુહાડીનો ઘા મારીને ગાળો બોલી, ધમકી આપી હતી. બનાવ અંગે ભગવતીપરામાં રહેતા પ્રેમજીભાઈ બાવભાઈ રાઠોડ (ઉ.વ.૬૩)એ રમેશભાઈ પ્રેમજીભાઈ રાઠોડ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ આરોપી તેનો પુત્ર થાય છે, તેણે પ્રેમલગ્ન કર્યા હતા અને માતા સાથે અવારનવાર ઘર બાબતે બોલાચાલી કરતો હતો. તેઓ તથા તેમના પત્ની ઘરે હતા ત્યારે પુત્ર માતાને જેમ ફાવે તેમ બોલતો હતો અને મકાન ખાલી કરી બહાર જતા રહેવાનું કહેતો હતો. જેથી તેમણે બોલવાની ના પાડતાં ઉશ્કેરાઈ તેની માતાને ગાળો આપી હતી. ઉપરાંત કુહાડીનો હાથો માથાના ભાગે માર્યો હતો. ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ડી.કે.પરમાર વધુ તપાસ કરી રહ્યા છે.