ખાંભા તાલુકાના કંટાળા ગામમાં દીપડાએ વાડી વિસ્તારમાં પ્રવેશી એક વ્યક્તિ પર હુમલો કર્યો હતો. મધરાતે બનેલી આ ઘટનામાં રામભા નાનુભા ખસિયા નામના વ્યક્તિ તેમની વાડીમાં બે અન્ય વ્યક્તિઓ સાથે સૂતા હોય ત્યારે દીપડાએ તેમના પર અચાનક હુમલો કર્યો હતો અને રામભાના પગના ભાગે બચકા ભર્યા હતા, જો કે સદનસીબે અન્ય વ્યક્તિઓ જાગી જતાં દીપડો ભાગી છૂટ્યો હતો. ઘાયલ રામભાને પ્રથમ ખાંભા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ વધુ સારવાર માટે અમરેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને દીપડાને પકડવા માટે વિવિધ વિસ્તારોમાં સ્કેનિંગની કામગીરી શરૂ કરી છે.