‘‘વિકાસ સપ્તાહ’’ અંતર્ગત આજરોજ ખાંભા તાલુકાના રબારિકા ગામે રાજય સરકારની જનકલ્યાણલક્ષી વિવિધ સેવાઓ અને યોજનાઓનો લાભ નાગરિકોને સરળતાથી ઘરઆંગણે મળી રહે તે માટે લોકોના હિત માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમમાં અરજદારોનાં રેશનકાર્ડમાં નામ સુધારણા, આવકના દાખલા, નોન કિમિલેયર સર્ટિફિકેટ, આરોગ્ય ચકાસણી સહિતની અરજીઓ બાબતનો હકારાત્મક નિકાલ કરવામાં આવશે. રાજય સરકારનાં પારદર્શી અભિગમ સુશાસન વ્યવસ્થા અંતર્ગત સેવા સેતુ કાર્યક્રમ દ્વારા નાગરિકોની વિવિધ સમસ્યાઓનું નિવારણ અરજદારોને તાત્કાલીક મળી રહે તે માટે આયોજન કરવામાં આવ્યું છે.