રબારીકાની ગાંધી વિદ્યાલય ખાતે મંગળવારે કેરિયર કાઉન્સેલિંગનો કાર્યક્રમ “ડીપસીક: હું નક્કી કરીશ મારી કારકિર્દી” કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે સર્વોદય સરસ્વતી મંદિર-બાબાપુર સંચાલિત જનતા વિદ્યાલય, તાતણીયાના આચાર્ય અને મોટીવેશનલ સ્પીકર ધર્મેન્દ્રભાઈ કનાલાએ બાળકોને ધોરણ ૧૦ અને ૧૨ પછી કારકિર્દી કેમ બનાવવી તેના અંગે ઉત્તમ માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત ખાંભાની જે.એન. મહેતા સ્કૂલના પ્રિન્સિપાલ સતાસિયા તથા ખાંભા આઈ.ટી.આઈ.ના પ્રિન્સિપાલ સરવૈયાએ પણ વક્તવ્ય આપેલ. આ તકે રબારીકા કેળવણી મંડળના નવનિયુક્ત પ્રમુખ અશ્વિનભાઈ, બી.આર.સી. નીલેશભાઈ ઉનાગર, ગાંધી વિદ્યાલયના આચાર્યા મનીષાબેન, પ્રાથમિક શાળાના સ્ટાફ, ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.