અમરેલી જિલ્લા યુવા ભાજપના પૂર્વ પ્રમુખ, જિલ્લા યુવા બ્રહ્મસમાજના ઉપપ્રમુખ અને ખાંભા તાલુકા ભાજપ પ્રમુખ આનંદ ભટ્ટનો આજે ૪ માર્ચના રોજ જન્મ દિવસ છે. આનંદભાઈ છેલ્લા ૧૮ વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અનેક ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવી છે. માત્ર ખાંભા તાલુકો જ નહિ પણ અમરેલી જિલ્લામાં લોકચાહના ધરાવતા યુવા નેતા અને દરેકને ઉપયોગી થતા, એવા આનંદભાઈને જન્મ દિવસ નિમિત્તે ૯૪૨૯૦૪૫૪૫૭ નંબર પર શુભકામનાનો ધોધ થઈ રહ્યો છે. આજે તેમના જન્મ દિવસ નિમિત્તે ખાંભા તાલુકામાં વિવિધ જગ્યાએ સેવા કાર્યના આયોજન થયેલ છે.