ખાંભા તાલુકામાં નાગાજણ દાદાની જગ્યા ખાતે ભારતીય જનતા પાર્ટીના ખાંભા તાલુકાના નવનિયુક્ત પ્રમુખ આનંદભાઈ ભટ્ટનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત ખાંભા બ્રહ્મસમાજના વડીલ હરેશ દાદા દ્વારા ગાયત્રી મંત્રની આરાધના અને ગાયત્રી ચાલીસાના પાઠ સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ ઔદીચ્ય ચીભડિયા બ્રહ્મસમાજના ગુજરાત રાજ્યના પ્રમુખ અને સમસ્ત બ્રહ્મસમાજ ખાંભાના પ્રમુખ અમરીશભાઈ જોશીએ આનંદભાઈને શુભેચ્છાઓ પાઠવી હતી. સમારોહમાં સમાજના ઉપપ્રમુખ ભગીરથભાઈ ઉપાધ્યાય, ખજાનચી ઇન્દ્રવદનભાઈ રાવલ, મંત્રી કેતનભાઈ વડીયા સહિત સમસ્ત બ્રહ્મસમાજના આગેવાનોએ આનંદભાઈને શાલ અને ફૂલહાર પહેરાવી સન્માનિત કર્યા હતા.