રાજુલાની જૂની ખાખબાઈ ગામે યુવકે આર્થિક સંકડામણથી ગળાફાંસો ખાઇ લેતાં મરણ પામ્યો હતો. બનાવ અંગે તેજાભાઈ સંગ્રામભાઈ વાઘેલા (ઉ.વ.૪૦)એ જાહેર કર્યા મુજબ, ભાભલુભાઈ સંગ્રામભાઈ વાઘેલાના ઘરની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી અને આ વર્ષે મજૂરીકામ પણ સરખું મળતું નહોતું. આર્થિક પરિસ્થિતિથી કંટાળી તેણે ખાખબાઇ ગામે ધીરૂભાઈ ચકુરભાઈ કલસરીયાની વાડીએ ઈલેક્ટ્રિક ટીસીના પાઇપ સાથે દોરડું બાંધીને ગળાફાંસો ખાઇ લેતાં મરણ પામ્યો હતો. રાજુલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ.ડી. લાંધવા વધુ તપાસ કરી રહ્યા છે.