સુરતથી ગીર દુધાળા આવતી રામાધણી ટ્રાવેલ્સના ડ્રાઈવરે ઈમાનદારીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. હીરાવા ગામમાં રહેતા આધેડ પોતાની થેલીમાં રાખેલા એક લાખ ચાલીસ હજાર રૂપિયા પ્રાઇવેટ બસમાં ભૂલી ગયા હતા. તે દરમિયાન દુધાળા ગામ સુધીમાં પેસેન્જરો ઉતરી જતા આખી બસ ખાલી થઈ ગઈ હતી ત્યાર પછી બસે હોટલ મધુવન પર સ્ટોપ કર્યો હતો. તે સમયે ડ્રાઇવર (કલ્પેશભાઈ)ને ખબર પડી કે કોઈ પૈસા ભરેલી થેલી ભૂલી ગયું છે. તેણે આવીને પોતાના રામાધણી ટ્રાવેલ્સના માલિકને જાણ કરતા રૂપિયા ભરેલી થેલી આપી હતી. માલિકે પૈસા ગણાવ્યા એટલે એક લાખને ૪૦ હજાર રૂપિયા થયા, ત્યાર પછી ડ્રાઇવર કલ્પેશભાઈએ ધારીમાં ટ્રાવેલ્સની ઓફિસે જાણ કરી કે બસમાં રૂપિયાની થેલી કોઈ ભૂલી ગયું છે અને ઓફિસવાળાએ આધેડનો કોન્ટેક કરીને કહ્યું કે તમારા પૈસા તમે ભૂલી ગયા છો તો તમે મધુવન હોટલ પર અમારી બસ ત્યાં છે જઈને તમે તમારા પૈસા પરત લઈ લ્યો. રામાધણી ટ્રાવેલ્સના ડ્રાઇવર કલ્પેશભાઈએ માલિકને તેમની પૂરેપૂરી રકમ પરત કરીને ઈમાનદારીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.