રાજકોટમાં ખાનગી સ્કૂલ વાન સંચાલક સામે દુષ્કર્મનો આરોપ લગાવવામાં આવ્યો છે. ધોરણ ૧૨માં ભણતી વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવી રહ્યું છે. વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી હોટલમાં લઈ જઇ દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
આરોપી સૈફ મેમણની પોલીસે ધરપકડ કરી છે. પીડિતાનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી આચર્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જો કે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ગુજરાતમાં પાંચ વર્ષમાં બળાત્કાર અને સામુહિક બળાત્કારના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. વર્ષ ૨૦૧૯-૨૦માં સામુહિક દુષ્કર્મની ૨૯ ઘટના, બળાત્કારની ૨૨૦૦ ઘટના બની છે. તો વર્ષ ૨૦૨૦-૨૧માં સામુહિક દુષ્કર્મની ૨૭ ઘટના, બળાત્કારની ૨૦૭૬ ઘટના બની છે. વર્ષ ૨૦૨૧-૨૨માં સામુહિક દુષ્કર્મની ૩૨ ઘટના, બળાત્કારની ૨૨૩૯ ઘટના બની. વર્ષ ૨૦૨૨-૨૩માં સામુહિક દુષ્કર્મની ૩૬ ઘટના, બળાત્કારની ૨૨૦૯ ઘટના બની. વર્ષ ૨૦૨૩-૨૪માં સામુહિક દુષ્કર્મની ૩૧ ઘટના, બળાત્કારની ૨૦૯૫ ઘટના છે. બળાત્કારના ૧૯૪ કેસમાં ગુનેગારો હજુ પણ ફરાર છે.