ખીજડીયા (ખારી) ગામે રહેતી એક યુવતી તેના ઘરેથી બગસરા કોમ્પ્યુટર ક્લાસ કરવા જાવ છું કહીને નીકળી હતી, જે બાદ ક્યાંક જતી રહી હતી, શોધખોળ કરવા છતાં કોઈ ભાળ ન મળતાં પોલીસને જાણ કરી હતી. મનોજભાઈ મગનભાઈ પરમાર (ઉ.વ.૫૦)એ જાહેર કર્યા મુજબ, તેમની પુત્રી બિનાબેન મનોજભાઈ પરમાર (ઉ.વ.૨૨) ઘરેથી બગસરા કોમ્પ્યુટર ક્લાસ કરવા ગઈ હતી. જે બાદ પરત ફરી નહોતી અને કોઈને કહ્યા વગર ક્યાંક જતી રહી હતી.
આ ઘટના અંગે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.ડી.રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.