(એ.આર.એલ),ખેડા,તા.૩૧
ડ્રગ્સની હેરાફેરી કરતા શખ્સની ખેડામાં ધરપકડ કરવામાં આવી છે. જેમાં સેવાલીયા ચેકપોસ્ટ પર અત્યાર સુધી હથિયારો પકડાતા હતા, પરંતુ હવે ડ્રગ્સની પણ હેરાફેરી ઝડપાઈ છે. સ્ડ્ઢ ડ્રગ્સ સાથે પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે.સેવાલિયા મહારાજના મુવાડા નવી ચેકપોસ્ટ પર મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક પરપ્રાંતિય ઈસમ ઝડપાયો છે. વાહન ચેકિંગ દરમિયાન ભોપાલથી રાજકોટ જતી ખાનગી ટ્રાવેલ્સ બસમાં મુસાફરી કરી રહેલા ઈસમ પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયુ છે. આ વ્યક્ત કેરળનો રહેવાસી છે. કેરળના મુહમ્મદ મુબીર સુલેમાન પાસેથી રૂપિયા ૬,૫૫,૦૦૦ની કિંમતનું ૬૫.૫૦૦ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયુ છે.હાલમાં સેવાલીયા પોલીસે ડ્રગ્સ, રોકડ,મોબાઈલ સહિત રૂપિયા ૬,૬૫,૯૦૦નો મુદ્દામાલ ઝડપીને આ ઈસમ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.અમદાવાદમાં સતત ડ્રગ્સનું ચલણ વધી રહ્યું છે અને આ જ કારણથી અમદાવાદ શહેરમાં સતત ડ્રગ્સની આયાત કરવામાં આવી રહી છે, અમદાવાદ એરપોર્ટ પોલીસે આવું જ એક રેકેટ ઝડપ્યું છે, જેમાં સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આ આરોપીઓ વિયેતનામથી અમદાવાદ ડ્રગ્સની હેરાફેરી કરતા હતા. ઝોન ૪ ડ્ઢઝ્રઁને આ કેસની માહિતી મળતા એરપોર્ટ પોલીસને વોચમાં રાખી હતી. આ દરમ્યાન આરોપીઓ જેવા અમદાવાદ એરપોર્ટથી બહાર નીકળ્યા તરત જ એરપોર્ટ પોલીસે તેમની ધરપકડ કરી તપાસ કરતા ૪ આરોપીઓની બેગમાંથી ૨.૧૦ કરોડનો હાઈબ્રીડ ગાંજા મળી આવ્યો હતો.વધુમાં તેમની પૂછપરછ હાથ ધરતા ખુલાસો થયો કે આરોપીઓને વિયેતનામથી હાઈબ્રિડ ગાંજા લાવવા માટે પ્રતિ ટ્રીપ ૧૦ હજાર રૂપિયા ચૂકવવામાં આવતા હતા. આ સિવાય તેમને વિયેતનામનું ૪ દિવસનું સ્પેશિયલ ટુર પેકેજ આપવામાં આવતું હતું. ઝડપાયેલા આરોપીઓ ૪ આરોપીઓ જૂનાગઢના છે, જે હાઈબ્રિડ ગાંજા લેવા માટે વિયેતનામ જતા હતા. આ સાથે મોહમ્મદ ફરહાન નામનો આરોપી જે અમદાવાદના સરખેજ વિસ્તારનો રહેવાસી છે, તેણે જૂનાગઢના ચારેય આરોપીઓને વિયેતનામ જવા માટે તૈયાર કર્યા હતા.