રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે વધુ એક વાર ખેડામાં અકસ્માત સર્જાયો છે. ખેડામાં અકસ્માતમાં માતા-પુત્રનું મોત થયું છે. રસ્તા વચ્ચે નીલ ગાય આવી જતા કાર ઝાડ સાથે અથડાઈ હતી. અકસ્માતમાં હેડ કોન્સ્ટેબલ અને તેમની માતાનું મોત થયું છે.
મળતી માહિતી અનુસાર મહેમદાબાદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા શંકર સોલંકીનું મોત થયું છે. એક જ પરિવારમાંથી ૨ લોકોના મોત થતા પરિવાર પર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. જ્યારે ગાડીમાં સવાર અન્ય લોકોને ઈજા થતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.