અમરેલી જિલ્લા યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ ડોડિયા જુનેદ દ્વારા કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખીને ખેડૂતો માટે ઓનલાઇન રજિસ્ટ્રેશનની સાઇટ શરૂ કરવા માગણી કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, વડીયા-કુંકાવાવ તાલુકામાં છેલ્લા ૨૦ દિવસથી ઓનલાઇન રજિસ્ટ્રેશન સાઇટ બંધ હોવાથી નોંધણી કરાવવા આવતા ખેડૂતોને અનેક મુશ્કેલી પડે છે. આ અંગે તાત્કાલિક પગલા લઈ ખેડૂતોને પડી રહેલી મુશ્કેલીઓનો નિકાલ લાવવો જોઇએ. તેમણે આ પત્રની નકલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અમરેલી કલેક્ટરને પણ મોકલી છે.