ભારતના બે દિગ્ગજ કુસ્તીબાજા બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ કોંગ્રેસ પાર્ટીમાં જાડાયા છે. બંને શુક્રવારે કોંગ્રેસ પાર્ટીમાં જાડાયા હતા. ત્યારથી ભાજપે આ બંને પર જારદાર નિશાન સાધ્યું છે. આ સંદર્ભમાં ભારતીય કુસ્તી સંઘના પ્રમુખ સંજય સિંહનું નિવેદન પણ સામે આવ્યું છે. તેણે વિનેશ અને બજરંગ પર કટાક્ષ કર્યો. તેમણે કોંગ્રેસ પાર્ટી અને સાંસદ દીપેન્દ્ર હુડ્ડા પર પણ શાબ્બ્દીક પ્રહારો કર્યા છે. તેણે કહ્યું- આ થવાનું જ હતું. આખો દેશ જાણે છે કે આ સમગ્ર વિરોધ કોંગ્રેસના ઈશારે થઈ રહ્યો હતો અને તેનો માસ્ટરમાઈન્ડ દીપેન્દ્ર હુડ્ડા પરિવાર હતો. આ વિરોધનો પાયો એ દિવસે નખાયો હતો જ્યારે આપણા વડાપ્રધાને બ્રિજભૂષણ શરણ સિંહની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે કુસ્તી સલામત હાથમાં છે.
સંજય સિંહે કહ્યું, ‘આ આખું કાવતરું ઘડવામાં આવ્યું હતું કારણ કે ઓલિમ્પીકમાં કુસ્તીમાં ચાર-પાંચ મેડલ જીતવાના હતા. વિરોધની અસર તે ચંદ્રકો પર પણ પડી. ઓલિમ્પીક વર્ષમાં બે વર્ષ સુધી કુસ્તીની કોઈ પ્રવૃત્તિ નહોતી, તેથી અમને ઓછા મેડલ મળ્યા. અમારા કુસ્તીબાજા પ્રેકટીસ કરી શકતા ન હતા. હવે આ લોકોની અમારા કુસ્તી સંઘ પર કોઈ અસર થવાની નથી.
તેમણે કહ્યું, ‘જા તેઓ કોંગ્રેસમાં જાડાયા છે, તો તે સાબિત કરે છે કે તેઓ આ વિરોધ પાછળ હતા. બ્રિજભૂષણ શરણ સિંહ ભાજપ સાથે જાડાયેલા હતા, હું કોઈ પક્ષ કે વ્યક્તિ સાથે જાડાયેલો નથી, પરંતુ તેમણે મારો વિરોધ પણ કર્યો હતો. તેથી આ સમગ્ર વિરોધ રાજકીય પ્રેરિત હતો. તેઓએ વિરોધ કરવાનું શરૂ કર્યું અને બ્રિજભૂષણ શરણ સિંહે કુસ્તીથી દૂરી લીધી. તેથી આ મુદ્દો ત્યાં જ ખતમ થવો જાઈતો હતો, પરંતુ તે રાજકીય રીતે પ્રેરિત હતો અને તેની પાછળ કોંગ્રેસનો હાથ હતો. સાક્ષી મલિક અલગ નથી, તે પણ તેમની સાથે છે. હરિયાણાના ૯૯% ખેલાડીઓ અમારી સાથે છે.