સ્પોટ્ર્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભ ૩.૦નું સાવરકુંડલાની બ્રાન્ચ શાળા નંબર ૯ ખાતે તાલુકા કક્ષાની ચેસની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાવરકુંડલાની સરકારી શાળા તાલુકા શાળાના વિદ્યાર્થી પરમાર રુદ્રએ અંડર – ૧૧ ચેસની સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં તેનો પ્રથમ નંબર આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા તાલુકામાં પ્રથમ નંબર મેળવેલ વિદ્યાર્થીને ૧૫૦૦ રૂપિયા ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.