ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત શાળા કક્ષાએ અંડર-૯, અંડર-૧૧, અંડર-૧૪ અને અંડર-૧૭ની વયજૂથમાં એથ્લેટિક્સ રમતમાં તમામ શાળાઓએ ફરજિયાત ભાગ લેવાનો રહેશે. નિયત વયજૂથના તમામ ખેલાડીઓ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન રંંpજઃ//ારીઙ્મદ્બટ્ઠરટ્ઠોદ્બહ્વર.ખ્તેદ્ઘટ્ઠટ્ઠિં.ર્ખ્તv.ૈહ પર ડિસેમ્બર-૨૦૨૪ની તા.૦૫ થી તા.૨૫ સાંજે ૬.૦૦ વાગ્યા સુધીમાં કરવું. પ્રત્યેક ખેલાડી મહત્તમ બે રમતમાં જ ભાગ લઈ શકશે. અંડર-૯, અંડર-૧૧, અંડર-૧૪ અને અંડર-૧૭ના ગ્રુપના ખેલાડીઓએ જે-તે શાળામાંથી રજિસ્ટ્રેશન ફરજિયાત કરવું, અભ્યાસ ન કરતા ખેલાડીઓએ જિલ્લા રમત પ્રશિક્ષણ કે‍ન્દ્ર પરથી પોતાના વયજૂથ પ્રમાણે રજિસ્ટ્રેશન કરવું. સ્પર્ધામાં ભાગ લેવા માટેની વય મર્યાદાની કટઓફ ડેટ તા.૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ છે.