ખેલ મહાકુંભ ૨૦૨૫ અન્વયે અન્ડર ૧૧ની તાલુકા કક્ષાની ચેસ સ્પર્ધા નૂતન મીડલ સ્કુલ ખાતે યોજાયેલ. જેમાં અમરેલીની સેંટ મેરી સ્કુલના ધો. ૧ની વિદ્યાર્થિની મિતિશા મયુરભાઈ ત્રિવેદીએ સતત પાંચ મેચ રમીને હાર્યા વગર પ્રથમ સ્થાને આવતા તાલુકા કન્વીનર અને રાજય તથા જિલ્લા વ્યાયામ મંડળના પ્રમુખ પી.ડી.મીયાણીએ અભિનંદન પાઠવેલ. જિલ્લા કક્ષાની સ્પર્ધા સંકુલ ખાતે યોજાયેલ જેમાં જિલ્લાભરના ૧૧ તાલુકાના પ્રથમ અને બીજા ક્રમે આવેલ ચેસ ખેલાડીઓ વચ્ચેની અન્ડર ૧૧ની સ્પર્ધામાં મિતિશાએ સતત ૭ મેચ રમીને ધો. ૧ની અને નાની ઉમરે પ્રથમ નંબરે વિજેતા બની મિતિશાએ ચેસની દુનિયામાં ઈતિહાસ રચ્યો છે.