સ્પોટ્‌ર્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત ખેલ મહાકુંભ ૩.૦ની જિલ્લા કક્ષાની ટેબલ ટેનિસ સ્પર્ધા ઊનાની રાજદીપ હાઇસ્કૂલમાં યોજાઈ હતી. આ સ્પર્ધામાં ઊનાના ખેલાડીઓ ઝળકી ઉઠ્‌યા હતા. ૬૦ વર્ષથી વધુ ઉંમરની કેટેગરીમાં ૭૨ વર્ષના સુરેશભાઈ જોશીએ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ઉપરાંત, ડબલ્સ સ્પર્ધામાં પણ તેમણે ડા. ત્રિલોકભાઈ નિમાવત સાથે મળીને પ્રથમ પુરસ્કાર જીત્યો હતો. ઓપન કેટેગરીમાં ઊનાના ડા. હાર્દિકભાઈ જાદવે પણ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ ત્રણેય ખેલાડીઓએ ઊનાનું ગૌરવ વધાર્યું છે. આ સફળ ખેલાડીઓ આગામી દિવસોમાં રાજ્ય કક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધામાં ભાગ લેવા જશે.