તારીખ ર અને શનિવારના રોજ ખોડલધામ મંદિર કાગવડ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલના હસ્તે ખોડલધામ એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી હતી. આ પ્રસંગે તમામ ટ્‌સ્ટીઓ, ભૂમિદાન કોર્ડિનેટરો, ભૂમિસેવકો સહિતના લોકોએ હાજરી આપી હતી. આ એપ્લીકેશનના લોન્ચીંગ બાદ આ એપ્લીકેશનના ડેવલોપર દ્વારા એપનું પ્રેઝન્ટેશન આપ્યુ હતુ, જેમાં એપ કેવી રીતે કામ કરે છે તેની માહિતી આપવામાં આવી હતી. આ તકે એપ્લીકેશન બનાવનાર ડેવલપર ટીમના સભ્યોને નરેશભાઈ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં આ એપમાં ખોડલધામ ટ્રસ્ટ કાગવડની તમામ માહિતી, કાર્યક્રમોની વિગત, માતાજીના દરરોજના દર્શન, આરતી બુકીંગ, સંગઠનની માહિતી વગેર મુકવામાં આવશે.