ભારતનાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે યુપીનાં શાહજહાંપુર જિલ્લામાં આવ્યા બાદ મેરઠથી પ્રયાગરાજ સુધીનાં સૌથી લાંબા ૫૯૪ કિલોમીટર લાંબા ગંગા એક્સપ્રેસ વે નું શિલાન્યાસ કર્યુ હતુ. વડાપ્રધાન મોદી જેવા સ્ટેજ પર પહોંચ્યા કે તુરંત જ મુખ્યમંત્રી યોગીએ વડાપ્રધાન મોદીને અંગવસ્ત્ર અને માતા ગંગાનું પ્રતીક અર્પણ કર્યું.
૫૯૪ કિલોમીટર લાંબો ગંગા એક્સપ્રેસ વે મેરઠથી શરૂ થશે. તે મેરઠમાં શહીદ સ્મારક દ્વારા હાપુડનાં ગઢમુક્તેશ્વરને જાડશે. આ પછી, આગામી બુલંદશહર હશે જ્યાં સૂચિત ઔદ્યોગિક કોરિડોર બાંધવામાં આવશે. બુલંદશહેર પછી એક્સપ્રેસ વે અમરોહામાંથી પસાર થશે અને પ્રખ્યાત વાસુદેવ મંદિરનાં દર્શનની સુવિધા આપશે. અમરોહા બાદ આ એક્સપ્રેસ વે સંભલનાં કૈલાદેવી મંદિર સાથે જાડાશે. સંભલ પછી, એક્સપ્રેસ વે બદાઉન પહોંચશે જ્યાં તે ઔદ્યોગિક કોરિડોર તેમજ હનુમંત ધામ સાથે જાડાશે. વિપક્ષી પાર્ટીઓ પર નિશાન સાધતા મોદીએ કહ્યું, તમને પાંચ વર્ષ પહેલાની સ્થિતિ યાદ છે. રાજ્યનાં કેટલાક વિસ્તારોને બાદ કરતા અન્ય શહેરો અને ગામડાઓમાં વીજળી ઉપલબ્ધ નહોતી. આજે અમારી ડબલ એન્જિન સરકારે યુપીમાં માત્ર ૮૦ લાખ મફત વીજળી કનેક્શન જ નથી આપ્યા, પરંતુ દરેક જિલ્લામાં પહેલા કરતાં અનેકગણી વધુ વીજળી આપવામાં આવી રહી છે. આજે યુપીમાં એક્સપ્રેસ વેનું નેટવર્ક બિછાવવામાં આવી રહ્યું છે. નવા એરપોર્ટ, નવા રેલ્વે રૂટ બની રહ્યા છે, તે યુપીનાં લોકોને ઘણા વરદાન આપી રહ્યા છે. આનાથી સમયની બચત થશે, સુવિધામાં વધારો થશે, યુપીનાં સંસાધનોનો યોગ્ય ઉપયોગ થશે અને યુપીની ક્ષમતામાં વધારો થશે, જેનાથી રાજ્યમાં સમૃદ્ધિ આવશે.
શાહજહાંપુરમાં એક્સપ્રેસ વે પર ૩.૫ કિમી લાંબી એરસ્ટ્રીપ બનાવવામાં આવશે જ્યાં એરફોર્સનાં એરક્રાફ્ટ ઈમરજન્સીની સ્થિતિમાં લેન્ડ અને ટેક ઓફ કરી શકશે. શાહજહાંપુર અને હરદોઈ ખાતે પ્રસ્તાવિત કોરિડોર પછી ગંગા એક્સપ્રેસ વે ઉન્નાવનાં બૈશ્વરા ગેટને જાડશે. આ પછી તે રાયબરેલી, પ્રતાપગઢનાં કોરિડોર થઈને પ્રયાગરાજ ખાતે ખતમ થશે. ગંગા એક્સપ્રેસ વે ઉત્તર પ્રદેશનાં મેરઠ, હાપુડ, બુલંદશહર, અમરોહા, સંભલ, બદાઉન, શાહજહાંપુર, હરદોઈ, ઉન્નાવ, રાયબરેલી, પ્રતાપગઢ અને પ્રયાગરાજ જિલ્લામાંથી પસાર થશે. આ એક્સપ્રેસ વેને દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે સાથે પણ જાડવામાં આવશે. ઉત્તર પ્રદેશ સરકારે કહ્યું છે કે તે ૩૬,૨૦૦ કરોડ રૂપિયાથી વધુનાં ખર્ચે બનાવવામાં આવ્યું છે. આ રાજ્યનો સૌથી લાંબો એક્સપ્રેસ વે હશે.
ગંગા એક્સપ્રેસ વે મેરઠ અને પ્રયાગરાજ વચ્ચેનું અંતર પણ ઘટાડશે. આના દ્વારા ૧૧ કલાકથી વધુની યાત્રા ૮ કલાકમાં પૂર્ણ થશે. આ સાથે વેપાર અને આર્થિક પ્રવૃત્તિઓની ગતિ પણ વધશે. ગંગા એક્સપ્રેસ વે પર મહત્તમ સ્પીડ ૧૨૦ કિમી પ્રતિ કલાક નક્કી કરવામાં આવી છે જ્યારે ત્યાં ૨ મુખ્ય ટોલ પ્લાઝા હશે. એક્સપ્રેસ વે માટે અત્યાર સુધીમાં ૯૪% જમીન સંપાદિત કરવામાં આવી છે. હાપુડ અને બુલંદશહેર સહિત અન્ય જિલ્લાનાં લોકોની અવર-જવર માટે ગઢમુક્તેશ્વર ખાતે બીજા પુલ બનાવવામાં આવશે. જણાવી દઈએ કે દિલ્હી બોર્ડરથી બલિયા સુધી ગંગાનાં કિનારે ૧૦૨૦ કિમીનો ગંગા એક્સપ્રેસ વે બનાવવાનો પ્રસ્તાવ છે. આ પ્રોજેક્ટનાં પ્રથમ તબક્કામાં, આ ૫૯૪ કિલોમીટર લાંબો સિક્સ લેન એક્સપ્રેસવે મેરઠનાં બિજૌલી ગામથી શરૂ થશે અને પ્રયાગરાજનાં જુડાપુર ગામ સુધી જશે. જેનો આજે ઁમોદીએ શિલાન્યાસ કર્યો હતો.