સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઈન્ડીયા (SGFI) દ્વારા નડિયાદમાં રાજયકક્ષાની ૬૮મી જુડો અંડર-૧૪ ભાઈઓ અને બહેનોની ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં અમરેલીના શ્રીમતી એસ.એચ. ગજેરા ડી.એલ.એસ.એસ. અને ઈનસ્કૂલના જુડો રમતના આ ખેલાડીઓ (૧) પેથાણી કાવ્યા–બ્રોન્ઝ મેડલ (૨) નાકીયા ઈશ્વર-બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલ છે. આ ઉપરાંત ૦૬/૧૧/૨૦૨૪ ના રોજ SGFI જુડો રાજયકક્ષા અંડર-૧૭ ભાઈઓની ચેમ્પિયનશીપનું આયોજન, પાંચોટ (મહેસાણા) ખાતે કરવામાં આવેલ હતું. જેમાં (૧) મેણીયા કલ્પેશ–ગોલ્ડ મેડલ (૨) સાવલીયા શ્યામ-સિલ્વર મેડલ (૩) મકવાણા કુલ્દીપ-બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી અમરેલી જિલ્લા અને શાળા પરિવારનું ગૌરવ વધાર્યું હતું. આ સ્પર્ધામાં ગુજરાતની વિવિધ શાળાઓમાંથી ખેલાડીઓએ ભાગ લીધેલ હતો, જેમાં શ્રીમતી એસ.એચ. ગજેરા શાળાના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરેલ હતું. આ તકે સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મંત્રી મનસુખભાઈ ધાનાણી, ચતુરભાઈ ખુંટ, કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણી, જુડો કોચ ધ્રુવરાજસિંહ ગોહિલ, ટ્રેનર અને ડી.એલ.એસ.એસ. સ્ટાફ તેમજ શાળાના આચાર્યો અને સ્ટાફગણે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી સિધ્ધિને બિરદાવી હતી.