અખિલ ભારતીય રમતગમત આયોજિત શાળાકીય રમતોત્સવ SG.F.I ૨૦૨૪ અંડર-૧૭ મહિલાઓની હોકી ટુર્નામેન્ટ ૪ થી ૬ નવેમ્બરના રોજ દાહોદના દેવગઢ બારિયા મુકામે યોજાઇ હતી. જેમાં જિલ્લાની વિવિધ શાળાઓમાંથી ટીમોએ ભાગ લીધો હતો. જેમાં શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા સ્કૂલની હોકી ટીમે બ્રોન્ઝ મેડલ મેળવેલ છે, તેમજ SG.F.I અંડર-૧૯ મહિલાઓની હોકી ટુર્નામેન્ટ ૬ થી ૮ નવેમ્બરના રોજ દેવગઢબારિયા મુકામે યોજાઇ હતી. જેમાં શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા સ્કૂલની મહિલાઓની હોકી ટીમે પણ બ્રોન્ઝ મેડલ મેળવીને અમરેલી જિલ્લાનું નામ રાજ્યકક્ષાએ રોશન કરેલ. નોંધનીય છે કે વિદ્યાર્થીઓને દરેક રમતગમતમાં નિયમિત પ્રેક્ટિસ માટેનું મજબૂત પ્લેટફોર્મ સંસ્થા તરફથી પૂરું પાડવામાં આવે છે, જેથી વધુ સારી રીતે તેઓ ઉજ્જવળ કારકિર્દી બનાવી શકે. આ તકે સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મંત્રી મનસુખભાઈ ધાનાણીએ અભિનંદન પાઠવ્યા હતા.