અમરેલીમાં ગજેરા કેમ્પસમાં જિલ્લા વિદ્યાસભા સંચાલિત શ્રીમતી ચંપાબેન વસંતભાઈ ગજેરા માધ્યમિક શાળા દ્વારા વોકેશનલ એજ્યુકેશન કાર્યક્રમ ઘનશ્યામભાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. આ વોકેશનલ એજ્યુકેશન સેમિનારમાં વિદ્યાર્થીઓને પ્રેકિટકલ જ્ઞાન આપવામાં આવ્યું હતું. આધુનિક યુગમાં પ્રેકિટકલ જ્ઞાન ખુબ જ આવશ્યક છે. સંસ્થાના વ્યવસ્થાપક વસંતભાઈ પેથાણીએ બાળકોને વોકેશનલ એજ્યુકેશનનું મહત્વ સમજાવ્યું તથા બાળકોને વ્યવસાયલક્ષી શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે તદન નિઃશૂલ્ક વોકેશનલ એજ્યુકેશન શરૂ થશે તેવી જાહેરાત કરી હતી.