શ્રી અમરેલી જિલ્લા લેઉવા પટેલ એજ્યુકેશનલ ટ્રસ્ટ સુરત સંચાલિત કાલાવડ આટ્ર્સ & લેઉવા પટેલ M.Sc. કોલેજની ચાર તેજસ્વી વિદ્યાર્થિનીઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કુસ્તી સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી કોલેજ અને જિલ્લાનું નામ રોશન કર્યું છે. શ્રીમતી શાંતાબેન હરીભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ અમરેલી ખાતે યોજાયેલ આ સ્પર્ધામાં કોલેજની ચૌહાણ કૃપા પરેશભાઈ – યુનિવર્સિટી ફર્સ્ટ (૭૬ કિ.ગ્રા. વજન કેટેગરી), ચૌહાણ દૃષ્ટિ પરેશભાઈ-યુનિવર્સિટી સેકન્ડ (૫૭ કિ.ગ્રા. વજન કેટેગરી), રાધનપરા શ્રદ્ધા – યુનિવર્સિટી સેકન્ડ (૬૫ કિ.ગ્રા. વજન કેટેગરી), માધડ કિશીતા ભરતભાઈ – યુનિવર્સિટી થર્ડ (૫૦ કિ.ગ્રા. વજન કેટેગરી) વિજેતા થઈ છે. આ સફળતા માટે કોલેજના સ્ટાફ અને સંચાલક મંડળે વિદ્યાર્થિનીઓને અભિનંદન પાઠવ્યા છે. કોલેજના આચાર્ય અને શારીરિક શિક્ષણ વિભાગના અધ્યાપકોએ વિદ્યાર્થિનીઓની મહેનત અને પ્રતિભાને બિરદાવી છે.