અમરેલીમાં શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ચિત્ર, વક્તૃત્વ અને નિબંધ લેખન દ્વારા ભારતના બંધારણ દિવસની ખુબ અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓને બંધારણ, આર્થિક, રાજકીય અને સામાજિક નિયમોથી અવગત કરાવવામાં આવ્યા હતા. નૈતિક કર્તવ્ય મુજબ આપણને આપણી જવાબદારી પણ યાદ અપાવવી જરૂરી છે, જેથી વિદ્યાર્થીઓમાં બંધારણીય આદર્શો વિશે જાગૃતિ લાવવાના ઉદ્દેશથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. સાથે શિક્ષકો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા. આ વખતે ૨૬ નવેમ્બરે ભારતમાં બંધારણ સ્વીકારના ૭૫ વર્ષ પૂર્ણ થયા અને દેશ સંવિધાન દિવસ પણ ઉજવી રહ્યો છે. બંધારણ એ ભારતના લોકશાહી, બિનસાંપ્રદાયિકતા અને સમતાવાદી માળખાને વ્યાખ્યાયિત કરતો મૂળભૂત દસ્તાવેજ છે.